કોટા: કોટાની (Kota) જે કે લોન હોસ્પિટલ (J K Lon Hospirtal) માં 34 દિવસમાં બાળકોના મોત ( Death) નો આંકડો 107 સુધી પહોંચી ગયો છે. જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોત બાદ શનિવારે આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા  પણ પીડિત પરિવારના ઘરે પહોંચ્યાં અને તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને તેમના દુ:ખ દર્દ જાણ્યાં. લોકસભા સ્પીકર બિરલા અનંતપુરા પોલીસ સ્ટેશન પાસે આવેલા સુભાષ વિહારમાં મૃત બાળકીના ઘરે પહોંચ્યા હતાં. તેમણે ત્યાં માતા પિતા સાથે વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો. બાળકીનું મોત 29 ડિસેમ્બરના રોજ જે કે લોન હોસ્પિટલમાં થયું હતું. પરિજનોએ બાળકીના મોત પાછળ ડોક્ટરોની બેદરકારી ગણાવી છે. બિરલાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ઉપકરણોની જરૂરિયાત હતી, તે ઉપલબ્ધ કરાવ્યાં. હજુ વધુ જરૂર હશે તો ઉપલબ્ધ કરાવીશું. મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર પણ લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસ્લિમ બનનાર વ્યક્તિને અનામતનો લાભ આપી ન શકાય-કેન્દ્ર


બુંદીમાં એક જ મહિનામાં 10 બાળકોના મોત
આ બાજુ બુંદી (Bundi) જિલ્લા હોસ્પિટલના બાળ વિભાગમાં છેલ્લા એક મહિનામાં 10 નવજાત બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. જો કે ચિકિત્સકોએ દાવો કર્યો છે કે આ તમામ બાળકો નબળા વર્ગના હતાં અને એટલે તેઓ મોતને ભેટ્યાં. બુંદી જિલ્લા હોસ્પિટલ પ્રભારી કે સી મિણાએ જણાવ્યું કે જે નવજાત બાળકોના મોત થયા તે કા તો નબળા હતાં અથવા તો કોઈને કોઈ કારણસર તેમનું મોત થયું. આ એક સામાન્ય આંકડો છે અને તેમાં હોસ્પિટલની કોઈ બેદરકારી નથી. 


ઉદ્ધવ સરકારને મોટો આંચકો, શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અબ્દુલ સત્તારે આપ્યું રાજીનામું


એમ્સ ટીમની મુલાકાત
એમ્સની એક ટીમ પણ કોટાની જે કે લોન હોસ્પિટલની મુલાકાતે પહોંચી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ પર 4 સ્ટેટ અને 6 વિશેષજ્ઞ ડોક્ટરોની ટુકડી હોસ્પિટલ પહોંચી છે. પોતાનો રિપોર્ટ  તૈયાર કરીને તેઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને સોંપશે. 


કોટામાં 34 દિવસમાં 107 બાળકોના મોત
આ બાજુ કોટાની જે કે લોન હોસ્પિટલમાં શુક્રવારે પણ બે બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. શનિવારે પણ એક માસૂમે જીવ ગુમાવ્યો.  જે કે લોન હોસ્પિટલમાં 34 દિવસમાં બાળકોનો મોતનો આંકડો 107 સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ સચિન પાઈલટ પણ શનિવારે  જે કે લોન હોસ્પિટલની મુલાકાતે જઈ રહ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....